Friday, September 27, 2013

         TET TAT aspirants must read
જો UPPSC જેવી અગત્યની પરીક્ષામાં ખોટી આન્સર કી ના લીધે સ્ટે મુકાતો હોય તો ટેટ-2 (TET-II)ની ફાઈનલ આન્સર કી માં ભૂલો ને લીધે જે વિદ્યાર્થી/શિક્ષકનું ભાવિ બગડી શકે એમ હોય એ વિદ્યાર્થી/શિક્ષક મિત્રોએ આ બાબતને લગતી પીટીશન ચોક્કસ કરવી જોઈએ:

UPPSC (UP Public Service Commission - ગુજરાતના GPSCની જેમ) ની prelims examની ફાઈનલ આન્સર કી માં આશરે 5 જેટલી ભૂલો નીકળતા કેટલાક પરીક્ષાર્થી ઉમેદવારોએ કોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી હતી જે પરથી અલાહાબાદ હાઈ કોર્ટે 28 સપ્ટેમ્બરથી શરુ થવાની હતી એ UPPSCની ફાઈનલ પરીક્ષા પર સ્ટે મુક્યો છે. આ પીટીશન દાખલ કરનાર ઉમેદવારો એવું ઈચ્છે છે કે સાચી આન્સર કી પ્રમાણે આ બધા પેપર ફરીથી બનાવવામાં આવે અને નવું મેરીટ લીસ્ટ બને, કેમ કે ખોટા જવાબો ના આધારે અમુક હોશિયાર ઉમેદવારો રહી ગયા છે અને અમુક લોકોએ ખોટા જવાબો લખ્યા હોવા છતાં તેના આધારે મેરીટમાં નામ આવી ગયું છે.

જો UPPSC જેવી અગત્યની પરીક્ષામાં ખોટી આન્સર કી ના લીધે સ્ટે મુકાતો હોય તો ટેટ-2 (TET-II)ની ફાઈનલ આન્સર કી માં ભૂલો ને લીધે જે વિદ્યાર્થી/શિક્ષકનું ભાવિ બગડી શકે એમ હોય એ વિદ્યાર્થી/શિક્ષક મિત્રોએ આ બાબતને લગતી પીટીશન જરૂર પડ્યે ચોક્કસ કરવી જોઈએ.

UPPSCની પરીક્ષામાં પણ TAT, TET, HTAT વગેરેની જેમ નિયમ પ્રમાણે પરીક્ષા પછી પ્રોવિઝનલ કી મુકાય છે અને તે પર લોકોના મંતવ્ય મગાવવામાં આવે છે અને યોગ્યતા પ્રમાણે એ મંતવ્યનો સ્વીકાર કે અસ્વીકાર કરાય છે.

ગુજરાત એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ - સ્ટેટ એજ્યુકેશન બોર્ડની વેબસાઈટ ભલેને કહે કે ચોક્કસ તારીખ પછી આન્સર કી અંગેના કોઈ પણ objections ધ્યાનમાં નહિ લેવાય, પણ જો ફાઈનલ આન્સર કી માં પણ ભૂલો જ હોય તો એને કોઈ હક નથી કે એ લાયક ઉમેદવારોના હિત સાથે પોતાની ભૂલને લીધે ચેડા કરી શકે.

UPPSC ની પરીક્ષા પર સ્ટેને લગતા સમાચાર તમે નીચેની લીંક પર વાચી શકો છો:

(1) http://www.indianexpress.com/news/hc-stays-pcs-(judicial)-mains-exam/1174969/

(2) http://timesofindia.indiatimes.com/city/allahabad/UPPSC-HC-stays-PCS-Judicial-main-examination/articleshow/23128051.cms

આ બાબતે તમારું શું માનવું છે?  call me on : 90 333 88 33 6
or email me : mayurtrivedi24@gmail.com

No comments:

Post a Comment