Saturday, August 3, 2013

ઉઠાંતરી માટે કુખ્યાત એક ગુજરાતી વેબસાઈટ પર અમારું પેપર સોલ્યુશન PDF ફાઈલ બનાવી અને વોટરમાર્ક કરી મુકવામાં આવ્યું ત્યારે એ વેબસાઈટ ચલાવનારને મેં 21મી જુલાઈ ના રોજ ઇમેલથી એ કન્ટેન્ટ દૂર કરવા વિનંતી કરી. પણ શરૂઆતમાં એણે 'ચોરી પર શિરજોરી' કરવાનો પ્રયત્ન કર્યો. અંતે એને એ પેપર સોલ્યુશન દૂર કરવાની ફરજ પડી. પરંતુ આ બાદ એ વ્યક્તિએ અમારી વેબસાઈટની કોપિ કરી ડુપ્લીકેટ બ્લોગ્સ બનાવવાનું શરુ કર્યું જેમાના અમુક બ્લોગ્સ આ મુજબ છે: 

http://gujarat-tat-2013.blogspot.com  (જુલાઈ 21 ના રોજ, બ્લોગનું નામ, ટાઈટલ અને અન્ય લગભગ બધી વિગતો અમારી વેબસાઈટમાંથી ડાયરેક્ટ કોપી કરી બનાવ્યો) 
http://gujarat-tet-2011.blogspot.com (જુલાઈ 21 ના રોજ, બ્લોગનું નામ, ટાઈટલ અને અન્ય લગભગ બધી વિગતો અમારી વેબસાઈટમાંથી ડાયરેક્ટ કોપી કરી બનાવ્યો)
http://tet-tat-htat.blogspot.com (જુલાઈ 23 ના રોજ જ બનાવાયેલ બ્લોગ જેમાં અમારી લેટેસ્ટ પોસ્ટ ડાયરેક્ટ કોપી કરવામાં આવી છે અને તારીખ પ્રિ-ડેટ આપી જેને લીધે એવું લાગે કે એ પોસ્ટ અમારી ઓરીજીનલ પોસ્ટના દિવસે જ મુકાઈ)

આ સિવાય એણે અમારી વેબસાઈટની પોસ્ટ પર ચોક્કસ નામથી નકારાત્મક કોમેન્ટ્સ કરવાનું શરુ કર્યું. આ પહેલા પણ એ નામથી અને અન્ય એક નામથી એણે અમારી વેબસાઈટ પર સ્ટુપીડ અને અમુક વાર તો અભદ્ર કોમેન્ટ્સ કરેલી છે. જેમાંથી પબ્લીશ કરી શકાય એ કોમેન્ટ્સ અત્યારે પણ અમારી વેબસાઈટ પર જોઈ શકો છો. આ સિવાય પણ એને દાઝ અને નકારાત્મક ભાવથી પ્રેરાઈને અમુક કાર્ય કર્યા છે જે અમે જરૂર પડ્યે ખુલ્લા પાડશું.

આ પોસ્ટ દ્વારા એ વ્યક્તિને આખરી વખત ચેતવવામાં આવે છે કે અમારી વેબસાઈટ લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશથી બનાવવામાં આવી છે; એની અને અમુક અન્ય વેબસાઈટ્સની જેમ ચારે બાજુથી કોપી કરીને પોતાના બ્લોગ પર મુકીને જાહેરાતના પૈસા કમાવા માટે અને બેશરમીથી બીજાની મહેનત પર પોતાના વોટરમાર્ક લગાડવા માટે નહિ. અમે અમારી વેબસાઈટ પર ક્યારેય કોઈનું કામ કોપી કરીને મુક્યું નથી અને ભવિષ્યમાં ક્યારેય મૂકશું પણ નહિ, અને કોઈ પણ વેબસાઈટને અમારી વેબસાઈટની કોપી કરી પૈસા કમાતા અટકાવવાના પ્રયત્ન કરશું અને આવું હલકું કામ મોટા પાયે અને ખુલ્લેઆમ કરનારને જાહેર જનતાની સામે પૂર્ણ રીતે એક્સપોઝ કરતા ખચકાશું નહિ.....  

visit my new site for more information.  http://www.gujaratteachers.com/

1 comment: